મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા કારીગરોએ બનાવેલ વસ્તુઓના વેચાણ અર્થેના યોજાયેલ મેળાનું ધારાસભ્ય-કલેક્ટરે કર્યું ઉદ્ઘાટન


SHARE







મોરબીમાં મહિલા કારીગરોએ બનાવેલ વસ્તુઓના વેચાણ અર્થેના યોજાયેલ મેળાનું ધારાસભ્ય-કલેક્ટરે કર્યું ઉદ્ઘાટન

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા મહિલા કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓના વેચાણ અર્થે આયોજીત મેળાનું મોરબી માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તા. ૧૦ થી ૧૮ સુધી એલ.ઇ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે મહિલા કારીગરો દ્વારા વિવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ અંગેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મોરબી ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન અર્થે સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની છણાવટ કરી હતી. મેળામાં વેચાણ અર્થે આવેલ મોરબી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવેલી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મહિલાઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહીલાઓ પગભર બને તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં મહીલાઓ આર્થિક ઉપાર્જન કરી પગભર બની શકે તે માટે આ પ્રકારના મેળા ખૂબ મહત્વના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮ ઓગસ્ટ સુધી આ મેળો ચાલનાર છે. જેમાં મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મહિલા કારીગરોએ સ્ટોલ રાખ્યા છે. આ સ્ટોલ પર મહિલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિઘ હસ્ત કળાની વસ્તુઓ, સાડી અને અન્ય કપડાઓ, કટલેરી, તોરણ અને ટોડલિયા સહિત ઘર સુશોભનની વસ્તુ સહિતની સામગ્રી વેચવામાં આવી રહી છે. જેથી મહિલા કારીગરોના ઉત્સાહ વધારવા માટે મોરબી જિલ્લાના લોકોને આ મેળાનો લાભ લેવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News