મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીકથી ૧૭૮૪ બોટલ દારૂ-૧૧૮ બિયરના ટીન સાથે બેની ધરપકડ: ૮.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો


SHARE







મોરબીના ઘુંટુ નજીકથી ૧૭૮૪ બોટલ દારૂ-૧૧૮ બિયરના ટીન સાથે બેની ધરપકડ: ૮.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી. જેથી કરીને પોલીસે ૧૭૮૪ બોટલ દારૂ અને ૧૧૮ બિયરના ટીન તેમજ વાહન સહિત કુલ મળીને ૮,૬૫,૪૬૦ નો મુદ્દામાલ કબ્જે કરીને બે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામે દારૂ હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલામાં દારૂ અને બીયર ભરેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે ૧૭૮૪ બોટલ દારૂ અને ૧૧૮ બિયરના ટીન, ચાર બાઇક અને મોબાઈલ સહિત કુલ મળીને ૮,૬૫,૪૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને હાલમાં પોલીસે હેમસિંગ નંદાસિંગ રાવત (25) અને ચંદ્રસિંગ ડવસિંગ રાવત (24) રહે. બન્ને રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News