મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા રોડે બાઇકમાંથી લપસીને નીચે પડતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





ટંકારાના ઘુનડા રોડે બાઇકમાંથી લપસીને નીચે પડતા ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હીલ સામે રસ્તા ઉપરથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી લપસીને નીચે પડતા તેને ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરાયેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે ઉમા હોલની પાછળના ભાગમાં રહેતા અલ્પેશ રંગીતભાઈ બારીયા જાતે આદિવાસી (૨૫) નામનો યુવાન રાત્રિના નવે વાગ્યાના અરસામાં રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક કોઈ કારણોસર તે બાઇકમાંથી લપસી જતાં નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને અલ્પેશનું મોત થયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતનો બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આગળની કાર્યવાહી માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જયદીપ મુકેશભાઈ ઝાલા (૨૪) રહે. ભીમસર વેજીટેબલ રોડ પાસે મોરબી અને વિજય બાબુભાઈ કુરિયા (૩૫) રહે. રોટરીનગર સામાકાંઠે મોરબી-૨ મોરબી વાળાઓને ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી છે.




Latest News