ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરની સમસ્યા નહી ઉકેલાય તો પાલિકામાં ઠાલવશે ગટરની ગંદકી


SHARE











મોરબીમાં ગટરની સમસ્યા નહી ઉકેલાય તો પાલિકામાં ઠાલવશે ગટરની ગંદકી

મોરબીના જુદાજુદા વિસ્તારમાં ગટરની સમસ્યા વિકરાળ બનેલ છે ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા પાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે અને એવી ચીમકી ઉચ્ચારી છે કે, ગટરની સમસ્યા નહીં ઉકેલવામાં આવે તો પાલિકામાં ગટરની ગંદકી ઠાલવવામાં આવશે અને આ નગરપાલિકા સુપરસિડ થયા પછી કોઈ કાયમી ચીફ ઓફિસર મૂકવામાં આવેલ નથી જેથી કાયમી ચીફ ઓફિસર મૂકવાની પણ માંગ કરી છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા, ચિરાગભાઈ સેતાએ મોરબી પાલિકા, ધારાસભ્ય અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર ૨૪ કલાક ગટરના પાણી વહે છે અને તંત્રની ઘોર ઉપેક્ષાના લીધે લોકોને હેરાન થવું પડે છે ત્યારે લોકોની હાલાકી દૂર કરવા માટે વહેલામાં વહેલી તકે ગટરની સમસ્યા ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે તેમજ નગરપાલિકા સુપરસિડ થયા પછી કોઈ કાયમી ચીફ ઓફિસર મૂકવામાં આવેલ નથી જેથી કાયમી ચીફ ઓફિસર મૂકવાની પણ માંગ કરી છે વધુમાં જણાવ્યુ છે કે, શહેરના ઘણા બધા વિસ્તારો ગટરની સમસ્યા છે જો કે, કોઈ ધ્યાન આપતું જ નથી ત્યારે તંત્ર દ્વારા ગટરની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ૧૫ દિવસ પછી ગટરની ગંદકી પાલિકામાં ઠાલવીને લોકોને થતી હાલાકીનો પાલિકાના અધિકારી અને કર્મચારીને પણ અહેસાસ કરાવવામાં આવશે






Latest News