હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: ટંકારાના મીતાણા ગામ પાસે નશાખોર કાર ચાલકે ટ્રેક્ટરને ઝપટે લેતા રાજકોટ ખસેડાયેલા યુવાનનું મોત


SHARE











મોરબી: ટંકારાના મીતાણા ગામ પાસે નશાખોર કાર ચાલકે ટ્રેક્ટરને ઝપટે લેતા રાજકોટ ખસેડાયેલા યુવાનનું મોત

મોરબીના ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે સીમ વિસ્તારમાંથી પટેલ યુવાન પોતાનું ટ્રેકટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે નશાખોર કાર ચાલકે તેના ટ્રેક્ટરને હડફેટ લીધું હતું.જેથી કરીને ટ્રેક્ટર પલ્ટી મારી ગયુ હતુ અને તે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તે યુવાનને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયુ હતું.જેથી કરીને આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારાના મીતાણા ગામે પ્રભુનગરમાં રહેતા દિલીપભાઈ નાનજીભાઈ ભાગીયા જાતે પટેલ (ઉંમર વર્ષ ૪૪) નામનો યુવાન ગઇ કાલે સૈંજના સાતેક વાગ્યે પોતાનું ટ્રેકટર લઈને મીતાણા ગામની સીમમાંથી પરત ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેઓના ટ્રેક્ટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ટ્રેક્ટર પલ્ટી મારી જવાના કારણે દિલીપભાઈ ભાગીયાને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેમને રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ટુંકી સારવાર દરમિયાન દિલીપભાઇ ભાગીયાનું મોત થયુ હતુ.જે અંગેની હોસ્પીટલ દ્રારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરાઈ હોવાથી પોલીસ દ્વારા નોંધ કરી આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત અકસ્માત બનાવમાં કાર ચાલક ધનંજય શાંતિલાલ માકાસણા નામના શખ્સને નશાની હાલતમાં દારૂ સાથે પકડવામાં આવ્યો હોવાનું ટંકારા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસે રહેતા રાજેશભાઈ સવજીભાઈ કનજારિયા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના ભક્તિનગર સર્કલ ઓવર બ્રીજની નીચેના ભાગે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા ભગવતીબેન અશ્વિનભાઈ હરિયાણી નામના ૬૭ વર્ષના આધેડ મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને ઘરે જતા હતા ત્યારે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં શેરી નંબર-૨ માં તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબીના ગ્રીનચોક નજીક આવેલ હવેલી શેરીમાં "રામનિવાસ" ખાતે રહેતા ઓમ મનોજભાઈ રામાવત નામનો ૧૧ વર્ષનો બાળક સાયકલ લઈને દુકાને કામ સબબ જતો હતો ત્યારે ત્યાં શિવમ સોસાયટી પાસે તેની સાયકલ સાથે બાઈકની અથડામણ થતા ઇજાગ્રસ્ત હાલતમાં ઓમને ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે માળિયા મીંયાણાના કાજરડા ગામે કોઈ અજાણ્યુ બ્લીચીંગ લિક્વિડ ભૂલથી પી જતા નવાજ યુસુફભાઈ બુખારી નામના સાત વર્ષના બાળકને પણ મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા(મિં.)ના નાની બરાર ગામે સાપ કરડી જવાથી પૂનીબેન દશરથભાઈ ભીલ નામની ૧૬ વર્ષની સગીરાને પણ સારવાર માટે મોરબીની સિવિલએ લાવવામાં આવી હતી.






Latest News