મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે મોડીરાત્રીના ખેતરેથી પરત ફરતા બે ઉપર લૂંટના ઇરાદે હુમલો..?


SHARE







મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે મોડીરાત્રીના ખેતરેથી પરત ફરતા બે ઉપર લૂંટના ઇરાદે હુમલો..?

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ગોરખીજડિયા ગામે ખેતરેથી મોડી રાત્રીના પરત ફરી રહેલા બે લોકો ઉપર અજાણ્યા ઇસમો દ્વારા મારામારી કરીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખેતરેથી પરત ઘરે આવી રહેલા ચંદુભાઈ ધરમશીભાઈ કંજારીયા (ઉમર ૫૫) અને મુકેશ ગોવિંદભાઈ કંજારિયા (ઉમર ૪૫) રહે. બંને ગોર ખીજડીયા વાળાઓને મોડીરાત્રીના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં રસ્તા ઉપર અજાણીય શખ્સો દ્વારા આંતરવામાં આવ્યા હતા અને તેઓને માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલા હતા.મોરબીના જુદા જુદા વિસ્તારોમાં એકલદોકલ લોકોને અટકાવીને લૂંટી લેવાના બનાવો હાલ સામે આવી રહ્યા છે.તેઓ જ આ બનાવ જોવા મળ્યો હોય હાલ કયા કારણોસર ચંદુભાઈ અને મુકેશભાઈને માર મારવામાં આવ્યો હતો તેમજ લુંટના ઇરાદે હુમલો કરાયો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે..? તેમજ હુમલાખોરો કોણ હતા તે તપાસ થવી જરૂરી છે જેથી અન્ય લોકોને ભોગ બનતા અટકાવી શકાય.હાલ હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં રાજકોટ ખસેડાયો

મોરબીના રહેવાસી કિશનભાઇ કાનાભાઈ ખાંભડીયા નામના ૨૧ વર્ષના યુવાનને રાત્રિના મહેન્દ્રનગર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.પ્રથમ સિવિલમાંથી મોરબીની આયુષ હોસ્પિટલે અને અન્ય ખાનગી હોસ્પિટલે ખસેડાયા બાદ તેને હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના નરેન્દ્રભાઈ ગોસ્વામી દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના નાની બરાર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારના સુનંદાબેન હીરાલાલ પારઘી નામના ૩૬ વર્ષની મહિલાને સિમ વિસ્તારમાં સાપ કરડી જતાં તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News