મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ: પત્રકારોનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ: પત્રકારોનું કરાયું સન્માન

મોરબી જીલ્લા સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ર્ડો. બી.કે. લહેરૂ દ્વારા લહેરૂ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ કથા તા ૨૮ થી શરૂ કરવામાં આવી હતી અને તેની પૂર્ણાહુતિ તા ૪ ના રોજ કરવામાં આવી હતી ત્યારે મોરબીના શનાળા રોડથી રવાપર રોડ તરફ જવાના રસ્તે મહાવીર સોસાયટીના ગ્રાઉન્ડ યોજાયેલ આ કથાનો  સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને પરિવારના લોકો તેમજ નગરજનોએ લાભ લીધો હતો અને આ કથામાં વ્યાસપીઠ ઉપરથી ભાગવર્તાચાર્ય વકતા શાસ્ત્રી ચેતનભાઈ સાતા (દ્વારકાવાળા)એ તેઓની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ કથા દરમ્યાન નૃસિંહ અવતાર, કપીલ જન્મ, વામન ઉત્સવ, શ્રીરામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગિરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ તથા યજ્ઞ, ભાગવત દશાંશવૃત-હુંડી વાંચન જેવા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા તેની સાથોસાથ ર્ડો. બી.કે. લહેરૂ અને લહેરૂ પરિવાર દ્વારા મોરબીના તમામ પત્રકારોનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન શેલેષભાઈ રાવલે કર્યું હતું.






Latest News