મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સેવા નિવૃત આર્મીમેનનું વાજતે ગાજતે ઘોડે બેસાડી કરાયુ સ્વાગત


SHARE







મોરબીમાં સેવા નિવૃત આર્મીમેનનું વાજતે ગાજતે ઘોડે બેસાડી કરાયુ સ્વાગત
 
દેશના સીમાડાઓની રક્ષા કરતા આર્મીમેનો પ્રત્યે દેશના લોકોને અધિક પ્રેમ હોય છે અને તે સમયાંતરે જોવા મળતો હોય છે તેવી રીતે જ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા અને ૧૫ વર્ષ જેટલો સમય આર્મીમાં નોકરી કર્યા બાદ સેવા નિવૃત થયેલા આર્મીમેનને વાજતે ગાજતે ઘોડે બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય સેનામાં ૧૫ વર્ષથી વધુ સમય સુધી નોકરી કરીને સેવા નિવૃત્ત થનાર આર્મીમેનનું મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપની પાસે આવેલી હરીપાર્ક સોસાયટી ખાતે ત્યાંના રહેવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ફુલડે વધાવી તેમજ ઘોડે બેસાડીને તેમનું સન્માન કર્યું હતું.

મૂળ બંગાવડી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસેની હરી પાર્ક સોસયટી ખાતે રહેતા ઋષિભાઈ શાંતિલાલ મિયાત્રા તાજેતરમાં ભારતીય સેનામાં નાયક પદેથી નિવૃત થતા તેમનું હરીપાર્ક સોસયટીના રહેવાસીઓ દ્રારા મોટી સંખ્યામાં બાજર રહીને કડકડતી ઠંડીમાં પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતું.ઋષિભાઈ શાંતિલાલ મિયાત્રાએ ભારતીય સેનામાં ૧૫ વર્ષ ૩ મહિના જેટલો સમય નોકરી કરી જે દરમિયાન ૭ વર્ષ પંજાબ, ૭ વર્ષ શ્રીનગર અને ૧.૩ વર્ષ ઓડિશા ખાતે માતૃભૂમિની રક્ષા કરીને પોતાની ફરજ અદા કરી હતી હાલ તેઓ નાયક પદે નિવૃત્ત થઈને વતનમાં પરત ફરતા હરિ પાર્ક સોસાયટી ખાતે તેમનું વાજતે ગાજતે ઘોડા ઉપર બેસાડીને સ્વાગત કરાયું હતું.






Latest News