મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીમાં પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદીજુદી સંસ્થાઓ-લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE











મોરબીમાં પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદીજુદી સંસ્થાઓ-લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ જુદીજુદી સંસ્થાઓ અને જુદાજુદા લોકો દ્વારા મૃતક આત્માઓએ શ્રદ્ધાંજલિ આપવા માટે જુદાજુદા કાર્યક્રમો કર્યા હતા અને શ્ર્દ્ધાંજલી આપી હતી

મોરબીના રાજવી પરિવારે ઝૂલતા પુલ દુર્ઘટનાના હતભાગીઓની સ્મૃતિમાં સ્મૃતિ સ્તંભ બનાવવાની જાહેરાત કરી હતી અને મોરબીમાં મણી મંદિર પાસે મચ્છું હોનારતના સ્મૃતિ સ્તંભની બાજુમાં ઝૂલતા પુલના દિવંગતોની સ્મૃતિમાં સ્તંભ મૂકવામાં આવેલ છે અને સાદાઈથી આ સ્મૃતિ સ્તંભનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે કરણી સેનાના હોદેદારો, જુદાજુદા જ્ઞાતિ સમાજના આગેવાનો, મૃતકોના પરિવારજનો, શહેરીજનો સહિતના હાજર રહ્યા હતા અને સ્મૃતિ સ્તંભને ફુલહાર અર્પણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મોરબીમાં રહેતા કડીવાર બંધુઓ દ્વારા આ તકે કીડીયારુંની સેવા જે હરહમેશ તેઓ દ્વારા કરવામાં આવે છે તે રીતે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને નાળિયેર મૂકવામાં આવી હતા અને ૫૧,૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળે તેની વ્યવસ્થા કરી હતી

મોરબી એબીવીપી દ્વારા મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમીત્તે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને મોરબીના શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેન્ડ સામે કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ત્યાં મૌન પાળીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ દિવંગતોને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો સહિતનાઓની હાજરીમાં ઝુલતા પુલ પાસે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીની જુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી ત્યારે સંગઠનના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ હાજર રહ્યા હતા અને આ ગોઝારી ઘટનાને યાદ કરીને ઘટના સ્થળે મૌન પાળીને દીવા પ્રગટાવીને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી






Latest News