મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર પાસે નદીમાં માછીમારી કરતાં બે વ્યક્તિને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







ટંકારાના ધ્રુવનગર પાસે નદીમાં માછીમારી કરતાં બે વ્યક્તિને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામ પાસે આવેલ ડેમી નદીના કાંઠે માછીમારી કરતાં બે શખ્સોને શું કામ માછીમારી કરો છો તેમ કહીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને હવે પછી માછીમારી કરવા ગયા તો જાનથી મારી નાખીશું તેમ કહીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા વિજયભાઈ ખીમાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૨૩)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોપટભાઈ ભરવાડ રહે. ટંકારા તથા તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ત્રણ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ તથા તેની સાથે એક વ્યક્તિ ધ્રુવ નગર ગામે આવેલ નદીમાં માછીમારી કરતાં હતા ત્યારે શું કામ માછીમારી કરો છો તેમ કહી ફરિયાદીને તથા સાહેદને લાકડાના ધોકા વડે હાથે, પગે અને શરીરને માર મારીને ઇજાઓ કરી હતી અને હવે પછી માછીમારી કરવા ગયા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિજયભાઈ વાઘેલા દ્વારા હાલમાં પોપટભાઈ ભરવાડ સહિતના ત્રણ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે






Latest News