મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ખેતર પાસે માલઢોર ચરાવવાની ના પડતાં દંપતીને બે શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીના ખાનપર ગામે ખેતર પાસે માલઢોર ચરાવવાની ના પડતાં દંપતીને બે શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાના ખાનપર ગામે આધેડે તેના ખેતર પાસે માલઢોર ચરાવવા નહીં આવવાનું કહ્યું હતું જેથી કરીને બે શખ્સોએ ઉસકેરાઈ જઈને તેની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપીને આધેડને લાકડી વડે માર મારતા હતા જેથી કરીને આધેડની પત્ની વચ્ચે પડતા તેને પણ હાથમાં કાંડાના ભાગે માર મારીને ઈજા કરવામાં આવી હતી અને આધેડનું ગળું પકડીને ઢોર ચરાવવા આવવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ દંપતિને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને ખેતી કામ કરતા મોમૈયાભાઈ ખીમાભાઈ ડાવેરા જાતે બોરીચા (૫૬)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ નારણભાઈ ડાંગર અને વિશાલભાઈ નારણભાઈ ડાંગર રહે. બંને ગજડી ગામની સીમ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ખાનપર ગામની સીમમાં તેઓની વાડીના શેઢે બંને શખ્સો તેના માલઢોર ચરાવવા આવતા હોય તેને ત્યાં માલ ઢોર ચરાવવા માટે નહીં આવવા કહ્યું હતું જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ફરિયાદીને ગાળો આપીને લાકડી વડે માર્યો હતો ત્યારે ફરિયાદીના પત્ની ધકુબેન તેને છોડાવવા માટે થઈને વચ્ચે પડ્યા હતા તે સમયે વિશાલ ડાંગરે તેના હાથમાં રહેલ લાકડી વડે તેઑને જમણા હાથ  અને પીઠના ભાગે માર મારી ઇજા કરી હતી અને ફરિયાદીનું ગળું પકડીને માલ ઢોર ચડાવવા આવવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી અને છાતીના ભાગે તથા ગળાના ભાગે ફેક્ટર જેવી ઈજા કરેલ છે જેથી ઈજા પામેલા દંપતિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભોગ બનેલા આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પપીએસઆઈ એસ.એમ. સગારકા ચલાવી રહ્યા છે






Latest News