મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

પ્રદેશ કોંગ્રેસે મોરબી જિલ્લા પંચાયતના કોગ્રેસ સભ્યને ફટકારી નોટિસ


SHARE







પ્રદેશ કોંગ્રેસે મોરબી જિલ્લા પંચાયતના કોગ્રેસ સભ્યને ફટકારી નોટિસ

તાજેતરમાં મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના કોગ્રેસના સભ્યએ હાજર ન રહેતા તેની સામે શિસ્તભંગના પગલાં લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે અને હાલમાં પ્રદેશ કોંગ્રેસે નોટિસ આપી છે તેવું કોંગ્રેસનાં આગેવાનો પાસેથી જાણવા મળેલ છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી ત્યારે કોગ્રેસમાંથી ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે મહેશભાઈ પારેજીયાને રાખવામા આવ્યા હતા ત્યારે કોગ્રેસ પક્ષના ઉપપ્રમુખના ઉમેદવારની તરફેણમાં મીટીંગમાં હાજર રહીને  મતદાન કરવા સમયે હાજર ન રાઇન વ્હીપ (આદેશ)ને અવગણવામાં આવ્યો હતો જેથી કરીને વાંકાનેર તાલુકાની મહીકા જિલ્લા પંચાયત સીટના કોગ્રેસ પક્ષના સભ્ય નવઘણ ડી. મેઘાણીની સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે






Latest News