મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી અને કચ્છમાંથી નવ બાઈકની ચોરીના ગુનામાં આરોપીની ચોરાઉ બાઇક સાથે ધરપકડ


SHARE







મોરબી અને કચ્છમાંથી નવ બાઈકની ચોરીના ગુનામાં આરોપીની ચોરાઉ બાઇક સાથે ધરપકડ

મોરબીના સાપર નજીકથી પોલીસે ચોરાઉ બાઉક સાથે એક શખ્સને પકડ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી મોરબી અને કચ્છ જિલ્લામાંથી ચોરી કરવામાં આવેલા નવ બાઇક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ચોરાઉ બાઇક કબ્જે કરીને આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ સાપર નજીક પાવડયારી કેનાલ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે જયંતિભાઇ પ્રભુભાઇ બાડા (૨૭) રહે, ભીમાસર (ભુટકીયા), તાલુકો રાપર, જીલ્લો કચ્છ વાળો નંબર પ્લેટ વગરના બાઇક સાથે મળી આવ્યો હતો જેથી કરીને વાહનના કાગળો તથા આરસી બુક માંગી હતી ત્યારે સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી કરીને એન્જીન નંબર સર્ચ કરતા આ બાઇકના નંબર જીજે ૩ એએલ ૯૪૯૦ હોવાનું અને તે સુનિલ કાંતિલાલ મિરાણી રહે. એવન્યુપાર્ક, મોરબી વાળાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઈકની સાથે તેની ધરપકડ કરેલ છે હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને મોરબી અને કચ્છ જિલ્લામાંથી વધુ આઠ બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે ચોરાઉ બાઇક કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી પીએસઆઇ બી.જી. જેઠવા તેમજ જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, જનકસિંહ પરમાર, વિજયભાઇ ડાંગર, ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલ, પંકજભાઇ ગુઢડા, વનરાજસિંહ ચૌહાણ, કિશોરભાઇ દાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઇ મોરી, હરપાલસિંહ ઝાલા, દિપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતના રોકાયેલ હતા






Latest News