મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી


SHARE







મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સમાં એન.એસ.એસ. ડેની ઉજવણી કરવામાં આવી હતી તેમાં કોલેજના આચાર્ય દંગી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. આર.કે. વારોતરીયા તથા પ્રોફેસર જે.એમ. કાથડ ઉપસ્થિત રહ્યા હતા. અને એન.એસ.એસ.ના સ્વયંમસેવકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પાલિયિ જિજ્ઞાસાએ તથા આયોજન કૃપાલી સંચાણિયાએ કર્યું હતું સૌ પ્રથમ ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં  કૃપાલી સંચાણિયા, પાલિયા જિજ્ઞાસા, રતન કોમલ, રતન કાજલ અને વાડોલિયા ધ્રુપ્તિ દ્વારા વાદ્યો સાથે એન.એસ.એસ.નું લક્ષ્ય ગીત રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાગરગીરી ગોસાઈ, કુંભરવાડીયા નિખિલ અને બેરાણી સાગર દ્વારા વાદ્યો સાથે કવિતા અને અલગ અલગ ગીત રજુ કરવામાં આવ્યા હતા. તો કૃપાલી સંચાણિયા, વાડોલિયા ધ્રુપ્તિ, રતન કાજલએ લગ્ન ગીત રજુ કરેલ હતા ત્યારબાદ આચાર્ય દ્વારા સ્વયંસેવકોને શુભકામનાઓ પાઠવવામાં હતી અને એનએસએસ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી અંતે કુંભરવાડીયા નિખિલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.






Latest News