મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે એક શખ્સની ધરપકડ


SHARE











વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી ઈકો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી ૪૦૦ લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ, મોબાઈલ અને ગાડી મળીને ૧,૦૮,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે.

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા જકાતનાકા હાઇવે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડી નંબર જીજે ૨ બીડી ૧૨૫૩ ને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂ, ૫૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧,૦૮,૫૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને મુન્નાભાઈ વીરાભાઇ ગોવાળિયા જાતે કાઠી (૩૯) રહે દુધેલી તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો ગાડીમાં ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે.

દેશી દારૂ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ બાપા સીતારામ હોટલની પાછળ આવેલ ઓરડી પાસે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૬૫ લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૩૦૦ રૂપિયાની કિંમતમાં દારૂ તેમજ એકટીવા જીજે ૩૬ એએચ ૧૮૫૨ જેની કિંમત ૨૦,૦૦૦ આમ કુલ મળીને ૨૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં પંકજસિંહ ભીખુભા ઝાલા જાતે દરબાર (૩૦) રહે. સનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો તેને કપિલસિંહ ભીખુભા ઝાલા અને ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે. બંને સનાળા વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.




Latest News