મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના અપહરણ કેસના બધા આરોપીઓનો મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાંથી નીર્દોષ છુટકારો


SHARE







વાંકાનેરના અપહરણ કેસના બધા આરોપીઓનો મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાંથી નીર્દોષ છુટકારો

વાંકાનેર નજીક આવેલ ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પ્રાઈવેટ નોકરી કરતાં ફરિયાદી ત્યાં નોકરી છોડીને તેની અલગથી ટ્રાન્સપોર્ટની ઓફીસ શરુ કરેલ હતી અને જુના ગ્રાહકો ફરીયાદીની ઓફીસે જતા હતા જે આરોપીઓને સારુ નહી લાગતા એકસંપ કરી આ કામના ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીને મારી નાખવાના ઈરાદે બોલેરો પીક અપમાં બેસાડી અપહરણની કોશીશ કરી રાણેકપર ગામના બોર્ડ પાસે ફરિયાદીને ઉતારી નાશી ગયા હતા જેની ફરિયાદ પણ નોંધાઇ હતી અને આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતાં બધા જ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે

આ બનાવમાં આરોપીઓ નારણ કરમશીભાઈ રાઠોડ, નીતીન નારણભાઈ રાઠોડ, ચીરાગ નારણભાઈ રાઠોડ અને જીગ્નેશ રૈયાભાઈ ટોટાનાઓની ધરપકડ કરી હતી અને તેની સામે આઈ.પી.સી. કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪૩૬૫૫૧૧ તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલ હતો અને આરોપી વતી મોરબીના યુવા વકીલ જીતેન ડી. અગેચાણીયા રોકાયેલ હતા અને ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કેઆ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધની અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. અને ફરીયાદી પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ વિરુદ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયાયુવાન વકીલ જીતેન અગેચાણીયાજે.ડી.સોલંકીમોનીકાબેન ગોલતરહીતેશ પરમારકુલદીપ ઝીંઝુવાડીયારવી ચાવડા રોકાયા હતા.






Latest News