મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદ નજીક આવેલ વાડીમાંથી બે વ્યક્તિના બે મોબાઈલ ફોનની ચોરી


SHARE







હળવદ નજીક આવેલ વાડીમાંથી બે વ્યક્તિના બે મોબાઈલ ફોનની ચોરી

હળવદ નજીક આવેલ વાડી વિસ્તારમાંથી જુદા જુદા બે વ્યક્તિના બે મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં કુલ મળીને ૭૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ડાંગ જિલ્લાના સુખમાળના રહેવાસી અને હાલમાં હળવદ નજીક આવેલ ભરતભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ભાવેન્દ્રભાઇ સાયબુભાઇ પવાર જાતે અનુજન જાતી (૨૩) એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ નજીક આવેલ ભરતભાઈની વાડીએ તેઓ હતા ત્યારે ત્યાંથી તેનો ૪૦૦૦ રૂપિયાની કિંમતનો વિવો કંપનીનો મોબાઇલ ફોન તથા તેની સાથે રહેલ સાહેદ વિલસંગભાઈનો ૩૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન આમ કરીને કુલ ૭૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી અસર

મોરબી નજીકના પંચાસર ગામે સીમમાં આવેલ ભાવેશભાઈ નેસડીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બદીયાભાઈ બારીયા (૨૫) નામનો યુવાન વાડીમાં દવાનો છંટકાવ કરતી હતી ત્યારે ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News