મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં કારખાના પાછળ જુગાર રમતા બે શખ્સ ૧૧,૧૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











વાંકાનેરના નવાપરામાં કારખાના પાછળ જુગાર રમતા બે શખ્સ ૧૧,૧૦૦ ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરના નવાપરામાં પાયોનીયર કારખાનાની પાછળની શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા પાયોનીયર કારખાનાની પાછળની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ઋત્વિકભાઈ સુરેશભાઈ બાવરીયા જાતે કોળી (૨૧) અને હિતેશભાઈ શિવાભાઈ દેકાવાડિયા જાતે કોળી (૨૬) રહે. બંને નવાપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેની પાસેથી ૧૧,૧૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર ટ્રેક્ટરમાં બેસીને રંગપરથી પીપળી બાજુ જતા હતા ત્યારે સીએનજી પમ્પ નજીક ટ્રેક્ટરને ટ્રકના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને ટ્રેક્ટરમાં બેઠેલા સંતોષ ખલાવા (૨૦), લાલસીંગ જમરા (૨૪) અને પ્રકાશ દિલીપભાઈ (૧૬) રહે. બધા બેનટેન સિરામિક રંગપર મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News