મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનાના ડિસ્પ્લે વિભાગમાં આગ લાગતા નુકશાન


SHARE







મોરબી નજીક સિરામિક કારખાનાના ડિસ્પ્લે વિભાગમાં આગ લાગતા નુકશાન

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ વિરાટ નગર નજીક કારખાનાના ડિસ્પ્લે વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેથી પીઓપી અને ફર્નિચર સહિતની નુકસાની થઈ હોવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટી ખાતે રહેતા જીગ્નેશભાઈ રતિલાલ કાવર જાતે પટેલ (૩૧)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગ લાગી હોવા અંગેની જાણ કરી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે વિરાટ નગર લેકસ્ટોન એલએલપી નામના કારખાનાના ડિસ્પ્લે વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ડિસ્પ્લે વિભાગમાં ફર્નિચર અને પીઓપી સહિતની નુકસાની થયેલ છે જેથી કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

ટંકારા નજીક આવેલ સૂર્યદીપ કારખાનામાં રીંકુબેન આયુષભાઈ મકવાણા (૩૦) નામની મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલની ગોળીઓ પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે મહિલાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ શરૂ કરી હતી






Latest News