મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીકના સોસાયટી વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ


SHARE







મોરબી નજીકના સોસાયટી વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ

મોરબી નજીક આવેલા ગામના સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલી ગયેલ છે અથવા તો કોઈએ તેનું અપહરણ કરેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામની સોસાયટીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલી ગયેલ છે અથવા તો કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે જે સગીરાનું અપહરણ હાલમાં અહીંયા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે તે સગીરા અગાઉ તેના વતનમાં હતી ત્યારે પણ ત્યાં એક શખ્સની સાથે તે ભાગી ગઈ હતી અને છ મહિના પછી તેનો પતો લાગ્યો હતો જેથી ત્યાર બાદથી આ સગીરા મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તાર પાસે આવેલ સોસાયટીમાં તેની માતા સાથે રહેતી હતી દરમિયાન તે સગીરા તેના ભાઈ સાથે ઝઘડો કરતી હોય તેની માતાએ ઘરે આવીને ઝઘડો કરી રહેલા ભાઈ અને બહેનને ઠપકો આપીને માર માર્યો હતો અને ત્યારબાદ સગીરા બીજા દિવસે કોઈને કશું કહ્યા વગર ક્યાંય ચાલી ગઈ છે અથવા તો કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સગીરાને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

જનાવર કરડી ગયું

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ મિલેનિયમ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાજેન્દ્રભાઈ બીપરદાસ (૩૦) નામના યુવાનને લાલપર ચોકડી પાસે ઝેરી જનાવર કરી જતા તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતા લાલજીભાઈ પ્રવીણભાઈ ભૂંભારિયા (૨૩) નામનો યુવાન બાઈક લઈને મચ્છુ-૩ ડેમ પાસેથી પસાર થતાં રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલા લાલજીભાઈને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News