મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની સેન્સ લેતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE







જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની સેન્સ લેતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ ભાજપ દ્વારા જામનગર જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના નવી ટર્મ માટેના પદાધિકારીઓની પસંદગી અંગેની પેનલના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાવામાં આવી છે જેથી કરીને તે આજે જામનગર ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના સુનિશ્ચિત કરેલ આગેવાનોને મળીને આગામી ટીમ માટે પસંદ કરવાના હોદ્દેદારો અંગેની સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈ જામનગર જિલ્લા સંકલન બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જામનગર જિલ્લા સંગઠન સંકલન બેઠકમાં તેઓ અપેક્ષિત આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્ય અને રાજ્યમંત્રી સાથે પણ પરામર્શ કરશે. આમ, બ્રિજેશ મેરજા સતત લોકો વચ્ચે રહીને જીવંત જનસંપર્ક થકી લોક સેવાની નૈતિક ફરજ પૂરી નિષ્ઠા અને નમ્રતાથી નિભાવી રહ્યા છે. તેઓ પોતાના જન સંપર્ક કાર્યાલય તેમ જ પ્રસંગોપાત મોરબી તાલુકા મંડળ અને જિલ્લા ભાજપ કાર્યાલય માં ઉપસ્થિત રહીને પણ સંગઠન અને સેવાની કામગીરીમાં પણ જોડાયેલા રહે છે.






Latest News