મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE







ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા

ટંકારામાં આવેલ હોન્ડાના શોરૂમની પાછળના ભાગમાં ખરાબાની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારામાં આવેલ હોન્ડાના શોરૂમની પાછળના ભાગમાં ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રાજેશભાઈ ભનુભાઈ ચાડમિયા (૩૨), ભુપતભાઈ વાલજીભાઈ ગારડી (૩૫), પરબતભાઈ નાગજીભાઈ સિંધવ (૨૪) અને રોહિતભાઈ બાબુભાઈ સાડમિયા (૨૩) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ હોટલની પાછળના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા દિલુભા નટુભા ઝાલા જાતે દરબાર (૫૮) રહે. મહારાણા પ્રતાપ સોસાયટી શેરી નં-૨ મોરબી વાળા મળી આવ્યા હતા તેની પાસેથી ૧૧૦૦ રૂપિયાની રોકડા કબજે કરીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News