મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ, બેની શોધખોળ: ૧.૧૫ લાખનો મુદામાલ કબ્જે


SHARE











મોરબીના બંધુનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ, બેની શોધખોળ: ૧.૧૫ લાખનો મુદામાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી પસાર થઈ રહેલી એસન્ટ કારને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારને ચેક કરવામાં આવતા કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર આમ કુલ મળીને ૧.૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બે શખ્સના નામ સામે આવ્યા હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર પાસે ઓક્ટ્રી હોટલ સામેથી પસાર થઈ રહેલ નંબર પ્લેટ વગરની એસેન્ટ કારને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારની તલાસી લેવામાં આવતા તેમાંથી જુદા જુદા બાચકામાં કુલ મળીને ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા ૫૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન અને એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧.૧૫ લાખ ના મુદ્દામાલ સાથે જયરાજભાઈ વલકુભાઈ ગોવાળિયા જાતે કાઠી દરબાર (૩૦) રહે કુંઢડા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલાવનાર વનરાજભાઈ ગીડા જાતે કાઠી દરબાર રહે. ડાકવડલા તાલુકો ચોટીલા અને માલ લેનાર જયશ્રીબેન ભુપતભાઈ પાટડીયા રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય તે બંનેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કાંતિલાલ રણછોડભાઈ વેદ (૭૪) પોતે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવતા તેઓનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News