મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદમાં મોટા ફળિયા પાસે વાડામાંથી દારૂની નાની ૨૪ બોટલ સાથે એક શખ્સની ધરપકડ, એકની શોધખોળ


SHARE







હળવદમાં મોટા ફળિયા પાસે વાડામાંથી દારૂની નાની ૨૪ બોટલ સાથે એક શખ્સની ધરપકડ, એકની શોધખોળ

હળવદમાં મોટા ફળિયામાં રહેતા શખ્સના ઘરની બાજુમાં વાડામાં પડતર જગ્યામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની નાની ૨૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને મોબાઈલ ફોન મળીને ૮૯૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસે ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બીપીનભાઈ પરમાર અને ગંભીરસિંહ ચૌહાણને હકીકત મળી હતી કે હળવદમાં મોટા ફળિયામાં રહેતા રિયાઝ મહેબુબભાઇ મનસુરી તેના ઘર પાસે આવેલ વાડામાં દારૂનો જથ્થો છુપાવીને દારૂનું વેચાણ કરે છે જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૨૪ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૯૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા ૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન આમ કુલ મળીને ૮૯૨૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને આરોપી રિયાઝ મહેબુબભાઇ મન્સૂરી જાતે પીંજારા રહે. મોટું ફળિયુ મોરબી દરવાજા પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો તેણે જીતેન્દ્ર ઉર્ફે સુખદેવ ઉર્ફે એસપી પથુભા ચાવડા રહે. કોયબા તાલુકો હળવદ વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બીયર ઝડપાયા

હળવદમાં આવેલ આંબલી વાળી શેરીમાં રહેતા નિખીલ પારેખના ઘરમાં દારૂ બીયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર રેડ કરી હતી ત્યારે ઘરમાંથી બિયરના છ ટીન મળી આવતા પોલીસે ૬૦૦ ની કિંમતના બિયરના જથ્થાને કબજે કર્યો હતો જોકે આરોપી નિખીલ હર્ષદભાઈ પારેખ જાતે વાણીયા રહે. આંબલી વાળી શેરી હળવદ વાળો હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News