મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી ગાંજાના પૌસ ડોડા સાથે પકડાયેલ આરોપી જામીન મુક્ત


SHARE







વાંકાનેર તાલુકામાંથી ગાંજાના પૌસ ડોડા સાથે પકડાયેલ આરોપી જામીન મુક્ત

વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે વાડીમાંથી ૨૨૨ કીલો તથા ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પૌસ ડોડા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકામાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસમાં આરોપીની જામીઅરજી મોરબીની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન ઉપર છોડવાનો આદેશ કરેલ છે

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે વાંકાનેર તાલુકા પોલીસે ૨૨૨ કીલો ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પોસ ડોડા સાથે આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયા રહે. ભલગામ તાલુકો વાંકાનેર વાળાની સામે એન.ડી.પી.એસ. એકટ ની કલમ ૮ (સી), ૧૫ (સી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુન્હાના કામે તેની અટક કરી અને આરોપીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો અને તેની જામીન અરજી આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. એનડીપીએસ તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં કરી હતી અને રેગ્યુલ૨ જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી તેમાં વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને મોરબી જીલ્લાના સ્પે. એનડીપીએસ તથા સેશન્સ જજ પી. સી. જોષી સાહેબ દ્વારા આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન આપેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા






Latest News