મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા ફાયનાન્સ કંપનીઓ દ્રારા ગ્રાહકોને થતી હેરાનગતી બાબતે આરબીઆઇમાં રજુઆત


SHARE







મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા ફાયનાન્સ કંપનીઓ દ્રારા ગ્રાહકોને થતી હેરાનગતી બાબતે આરબીઆઇમાં રજુઆત

મોરબી જિલ્લો ઉદ્યોગનો જીલ્લો છે.અહીં મધ્યમ અને મજુરોની વસ્તી વધારે છે અને પોતાની આજીવીકા માટે ફાયન્સ કાુ.પાસેથી લોન ધ્વારા વાહન ખરીદી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આરબીઆઇમાં તરફથી ફાયન્સ કાું. ને લાયસન્સ આપવામાં આવેલ છે.વાહન તથા મકાનો ઉપર લોન આપવામાં આવે છે.તેમાં લોન આપે ત્યારે કહે ૪૫ હપ્તામાં ભરી આપવા અને વળી તેની મનમાની રીતે ૬૫ હપ્તા કરી નાખે છે.વ્યાજ બાબત ગ્રાહકને જાણ કરવામાં આવતી નથી તેવી પણ ફરીયાદ છે.

ચેક આપ્યા પછી પણ મોડા નાંખે અને પેનલટીના રૂા. ૫૦૦ લગાવે છે અને ત્રણ હપ્તા ચડી જાય એટલે ગાડી ખેંચી જાય છે અને પંદર દિવસમાં ગાડીની હરરાજી કરીને આરસી બુક પણ નવી બની જાય છે.તેવું જાણવા મળેલ છે. ગાડી ગમે ત્યાં ભાડે ગઇ હોય ત્યાંથી લઇ જાય છે.માલીક પાસે ચાવી હોય તો ડુપ્લીકેટ ચાવી ઘ્વારા ગાડી ખેંચી જાય છે.ગ્રાહકને ખોટી પેનલ્ટી લગાવે છે.તેવી જ હાલત મકાન લોનની છે પાંચ છ લાખ બાકી હોઇ ત્યાં પચાસ લાખના મકાનને શીલ મારી આપે છે.આવી ફાઇનાન્સ કાું..ના ત્રાસથી ગ્રાહકને છોડાવવા માટે રીઝર્વ બેંકે લગામ લગાવવી જોઇએ ગ્રાહકની કમનસીબીએ છે કે આવી ફાઇનાન્સ કાું. બીજા રાજયમાં હોય છે જેથી ગ્રાહકતો સેટલમેન્ટ કરી પૈસા ભરવા હોય તો સમય કાઢે છે ને ખોટા વ્યાજ લેવામાં આવે છે.ગ્રાહકને એ જાણવું છે કે આવી ફાઇનાન્સ કંપનીને લાયસન્સ આપેલ છે તેના અધિકાર બાબત જાણ થવી જોઇએ.તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News