મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીએ રેડ, ૮૦૦ લિટર આથો, ૨૧૦ લિટર દારૂ કબ્જે: શહેરમાંથી દારૂ ભરેલ ઇકો પકડાઈ


SHARE











વાંકાનેર તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીએ રેડ, ૮૦૦ લિટર આથો, ૨૧૦ લિટર દારૂ કબ્જે: શહેરમાંથી દારૂ ભરેલ ઇકો પકડાઈ

વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં ધનકેળા વાળા રસ્તે ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો તથા ૨૧૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે અન્ય મુદ્દામાં મળીને ૯૮૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં ધનકેળા વાળા વિસ્તારમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો તથા ૨૧૦  લીટર તૈયાર દેશી દારૂ અને બે ગેસના બાટલા મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી ૯૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી બબાભાઈ હકાભાઇ દેકાવાડીયા જાતે કોળી રહે વીરપર તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દારૂ ભરેલ ઇકો

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી ઈકો ગાડી નંબર જીજે ૩ એચઆર ૫૪૨૬ પસાર થઈ રહી હતી ત્યારે તેને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તે ઇકો ગાડીમાંથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૦૦૦ નો દારૂ તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ લાખ રૂપિયાની કિંમતની ઇકો ગાડી આમ કુલ મળીને ૩,૦૨,૦૦૦ ના મુદ્દા માલ સાથે જયવીરભાઈ વલકુભાઈ ખાચર જાતે કાઠી દરબાર (૨૬) રહે. સાઈ ધામ સોસાયટી થાન રોડ તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની ગાડીમાં દારૂનો જથ્થો ક્યાંથી ભર્યો હતો અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

બીયરના ચાર ટીન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર થી નીલકંઠ સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બિયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૦૦ રૂપિયાની કિંમતના બિયરના જથ્થા સાથે અજયભાઈ ચતુરભાઈ ધંધુકિયા જાતે કોળી (૨૫) રહે. નવલખી રોડ લાઈન્સ નગર વાસ્તુ પેલેસ એપાર્ટમેન્ટ વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News