મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી. પટેલ કોલેજ, વિહિપ, બજરંગદળ, દુર્ગાવાગિની સહિતની સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ ઉજવાયો


SHARE











મોરબીમાં પી.જી. પટેલ કોલેજ, વિહિપ, બજરંગદળ, દુર્ગાવાગિની સહિતની સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ ઉજવાયો

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તથા માતૃ શકિત, દુર્ગાવાગિની તથા સામાજિક સમરસતાના તમામ આયામો દ્વારા સ્વતંત્રતા દિવસ નિમીતે રાષ્ટ્રધવજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ભારત દેશના સશકત લશ્કર દળના નિવૃત અધિકારી દિનેશભાઈ બારૈયા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમા રાષ્ટ્રીય સ્વયંસંવક સંઘના રાજકોટ વિભાગના સહ કાર્યવાહ  તથા શિવાય ઇન્ટરનેશનલ  ન્યૂ બસ સ્ટેન્ડ શોપિંગ પરિવાર પણ હાજર રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદ  મોરબી જિલ્લા  અને મોરબી પ્રખંડ દ્વારા નવા બસસટેનડની પાસે સરદાર પટેલની પ્રતિમા સામે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

પી.જી. પટેલ કોલેજ

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશભક્તિની થીમ ઉપર ક્લાસરૂમ ડેકોરેશનની સ્પર્ધા મોરબીની પી.જી. પટેલ કોલેજમાં યોજાઈ હતી તેમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમ અંતર્ગત દરેક ક્લાસરૂમમાં અલગ અલગ થીમ પર પોતાના વર્ગખંડનું વિદ્યાર્થીઓએ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ડ્રોઈંગ અને પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આચાર્ય અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

કન્યા વિદ્યાલય

મોરબીમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો હતો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના વિકસે તેમજ વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ધ્વજનુ મહત્વ સમજે એ હેતુથી શાળાના આચાર્ય પારૂલબેન હીરપરા તથા શિક્ષક મહેન્દ્રભાઈ કચોટ તેમજ સ્ટાફ દ્રારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

હડમતિયામાં નિવૃત ફોજીનું કરાયું સન્માન

ટંકારા તાલુકાના હડમતિયા ગામના રહીશ સુલેમાનભાઈ સુમારભાઈ હાલા (૯૬) નું પેંડા ખવડાવી સાથે હાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. આ નિવૃત ફોજીના એકના એક પુત્ર કાસમભાઈ ખેતીકામ કરે છે અને અને તેઓ વર્ષ ૧૯૬૫ અને ૧૯૭૧ માં પાકિસ્તાન પંજાબ બોર્ડર ઉપર હતા ત્યારે એલ.એમ.જી. ગન મશીનથી લડાઈ લડી હતી. તેમના પુત્ર કાસમભાઈ પણ જન્માષ્ટમીના દિવસે ભગવાનના રથના સારથી બની રથ ચલાવે છે. ત્યારે સ્વતંત્રતા પર્વના દિવસે ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા, નિલેશભાઈ પટણી, ભાવિન સેજપાલ, હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયાએ તેમનું સન્માન કર્યું હતું






Latest News