મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડતાં દાજી ગયેલ બાળકનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડતાં દાજી ગયેલ બાળકનું સારવાર દરમ્યાન મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ગોડાઉનમાં રહેતા પરિવારનો એક વર્ષનો બાળક ગરમ પાણીના તપેલામાં પડી ગયો હતો જેથી કરીને તે દાજી ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે બાળકનું રાતના સમયે મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી પાસે જીયા સીરામીક પ્લાસ્ટિક ગોડાઉનમાં રહેતા ઉમેશભાઈ ભુરીયાનો એક વર્ષનો દીકરો આશિષ ભુરીયા કારખાનામાં રમતો હતો ત્યારે રમતા રમતા તે ગત તા ૯/૮ ના રોજ ગરમ પાણીના તપેલામાં પડી ગયો હતો જેથી કરીને તે બેઠક અને પગના ભાગે દાજી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે બાળકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તેની સારવાર ચાલુ હતી જો કે, રાતે ૧૦ વાગ્યે તેનું સારવાર દમયાન મોત નીપજયું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
ટંકારા રાજકોટ હાઇવે ઉપર આવેલ આર્ય વિદ્યાલય નજીકથી મીતાણા ગામે રહેતા જગાભાઈ વેલજીભાઈ બાંભવા જાતે ભરવાડ (૩૯) પોતાની રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૦૯૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ એલ ૦૫૫૩ ના ચાલકે તેની કાર રિક્ષામાં પાછળથી અથડાવી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રીક્ષા ચાલક જગાભાઈ વેલજીભાઈ બાંભવા તેમજ રિક્ષામાં બેઠેલ ખુશીબેન હીરાભાઈ ગોગરા, પૂજાબેન ઇન્દુભાઇ ખીટ, ભારતીબેન લખાભાઇ પારઘી, કુણાલ બળવંતભાઈ ભોરણીયા અને ક્રિષ્નાબેન બાધાભાઈ ખીટને નાની મોટી ઇજાઓ થયો હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ રિક્ષા ચાલકે કારચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે






Latest News