મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા રોડે કારખાનામાં રહેતા યુવાનને તેની પત્નીએ ધારીયાનો ઘા ઝીકયો


SHARE







વાંકાનેરના ઢુવા રોડે કારખાનામાં રહેતા યુવાનને તેની પત્નીએ ધારીયાનો ઘા ઝીકયો

વાંકાનેર તાલુકાના ઢુવા રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા યુવાન અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારે યુવાનને તેની પત્નીએ ધારિયું માર્યું હતું જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા રોડ ઉપર આવેલ શિવમ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને મજૂરી કામ કરતા અર્જુન સુમસિંગ ડામોર (૧૮)ને ધારીયા વડે ઇજા થઈ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયતા કરવામાં આવી હતી દરમિયાન ઇજાગ્રસ્ત અર્જુનના પિતા સુમસિંગ સાથે ફોન ઉપર વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન તેનો દીકરો અને પુત્રવધુ રૂમમાં હતા ત્યારે કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે અર્જુન તેની પત્નીને મારવા જતા તેની પત્નીએ ધારિયા વડે તેના પતિ ઉપર હુમલો કરીને માર માર્યો હતો જેથી ઇજા પામેલા અર્જુનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે






Latest News