મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત


SHARE







વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત

વાંકાનેર શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટર પાસે બહારના ભાગમાં ખાટલો રાખીને યુવાન સૂતો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં તે યુવાને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટરમાં રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ જાતે અનુ. જાતી (૪૦) પોતાના ઘર પાસે બહારના ભાગમાં ખાટલો નાખીને સૂતા હતા દરમિયાન કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક સીરામીક કારખાનામાં રહેતા અને કામ કરતા બબલુભાઈ લખનભાઇ મારડી (૩૨) સીરામીક કારખાનાની લેબર ક્વાર્ટરમાં ઘરે સુતા હતા ત્યારે અગમ્ય કારણોસર શ્વાસ બંધ થઈ જતા તેને રીક્ષામાં તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News