મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં વેજીટેબલ રોડે ઘરમાંથી ૮૦ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીમાં વેજીટેબલ રોડે ઘરમાંથી ૮૦ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી ૮૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૬,૨૨૦ નો દારૂનો જથ્થો કબજે કરીને આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં રહેતા જુસબ હબીબ જામ પાસે દારૂનો જથ્થો હોવાની હકીકત મોરબી બી ડિવિઝન પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર આરોપીના ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને ૮૦ બોટલ મળી આવી હોય પોલીસે ૨૬,૨૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જુસબ હબીબ જામ જાતે મિયાણા (૪૫) રહે. વેજીટેબલ રોડ પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ કોની પાસેથી દારૂની બોટલો લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News