મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા-ઢુવામાં એસપીની હાજરીમાં લોકદરબાર યોજાયા


SHARE







વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા-ઢુવામાં એસપીની હાજરીમાં લોકદરબાર યોજાયા

રાજકોટ રેન્જના તમામ જીલ્લામાં લોકોની વચ્ચે જઇને પ્રજાના પ્રશ્નો સાંભળવા તથા જાણવા માટે લોકદબારનું આયોજન કરવા આઇજી તરફથી સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને એસપી રાહુલ ત્રીપાઠીની અધ્યક્ષતામાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામ ખાતે ગ્રામજનોના પ્રશ્નો જાણવા તથા સાંભળવા માટે લોકદરબારનું આયોજન કરવમાં આવેલ હતી જે લોકદરબારમાં એસપી ઉપરાંત સીપીઆઇ વી.પી.ગોલ, પીએસઆઈ બી.પી.સોનારા તથા સ્થાનીક પોલીસ સ્ટાફ અને ગામના તમામ જ્ઞાતીના આગેવાનો, સરપંચઓ સહિતના હાજર રહ્યા હતા અને લોકદરબારમાં તમામ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના ઝડપી અને ત્વરીત નીકાલ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી તેમજ લોકદરબારમાં હાજર રહેલ પ્રજાજનોને માર્ગ સલામતી, ઓનલાઇન ફ્રોડ તથા સાઇબર ક્રાઇમ અંગેનું જરૂરી માર્ગદર્શન આપીને માહીતગાર કરવામાં આવ્યા હતા અને લોકોને ટ્રાફીક નીયમોનું પાલન કરવું અને વ્યસનોથી દુર રહેવા માટેની અપીલ કરવામાં આવી હતી






Latest News