મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાં ભાડે રાખીને જુગારનો અખાડો !: ૮ જુગારી ૫૮,૦૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







હળવદમાં ઘરમાં ભાડે રાખીને જુગારનો અખાડો !: ૮ જુગારી ૫૮,૦૦૦ ની રોકડ સાથે પકડાયા

હળવદ બસ સ્ટેન્ડ પાછળ રબારીવાસમાં ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા હતા જેથી પોલીસે રોકડા ૫૮,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટિમ કામ કરી રહી છે ત્યારે ચંદુભાઇ કાણોતરા, તેજસ વિડજા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયાને સંયુકતમાં હકીકત મળેલ કે, હળવદ રબારીવાસમાં રહેતા પ્રતાપભાઇ પ્રભુભાઇ રબારીભાડેથી રાખેલ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે જેથી કરી એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રતાપભાઇ પ્રભુભાઇ કલોતરા (૫૧), પ્રદિપભાઇ ગોકળભાઇ બાર (૪ર), અજીતભાઇ સોમાભાઇ ગોહિલ (૩૯), દેવજીભાઇ કેશવજીભાઇ અધારા (૬૫), રણજીતભાઇ વિરમભાઇ ખેર (૪૫), નટુભાઇ અમરશીભાઇ નારીયાણી (૫૦), જયતિભાઇ મોહનભાઇ સોનગ્રા (૩૯) અને હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા (૪૩) રહે. બધા જ હળવદ શહેર અને તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જુગારીઓની ૫૮,૦૦૦ ની રોકડ સાથે ધરપકડ કરી હતી






Latest News