મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બે સગીરના મોત: પરિવારમાં આક્રંદ


SHARE







મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બે સગીરના મોત: પરિવારમાં આક્રંદ

મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ પાણીના ખાડામાં બે સગીર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે સ્થળ ઉપર જઈને બંને સગીરના મોત થયા હતા જેથી કરીને તે બંને સગીરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ પાણીના ખાડામાં બે સગીર ડૂબ્યા હોવાની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને દેવેન્દ્રસિંહ સહિતની ટિમ ત્યાં પહોચી હતી અને ફાયર ટીમે દ્વારા પાણીમાં ડૂબી ગયેલા સગીરોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે પાણીમાંથી સાહિલ સંજયભાઈ શેખાણી (૧૭) અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકીયા (૧૪) રહે. બંને વીસીપરા મોરબી વાળાની બોડીને પાણીમાંથી કાઢી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News