મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાન સારવારમાં


SHARE







મોરબીના કુલીનગરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા યુવાનને કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતો સાગર અજયભાઈ દેવીપુજક (૨૬) નામનો યુવાન કૂલીનગર વિસ્તારમાં હતો ત્યારે તેને ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિજન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતા મુમતાજબેન સલીમભાઈ સુમરા (૨૭) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પોતાના ગામ પાસેથી વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મુમતાજબેનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના જુના સાદુકા ગામે રહેતા વિશ્વદિપસિંહ લધીરસિંહ ઝાલા (૨૨) નામનો યુવાન પોતાના ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્મતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલા યુવાનને તેના પિતા સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News