મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગરમાં રહેતી મહિલા ફિનાઇલ પી જતાં સારવારમાં


SHARE







મોરબીના યમુનાનગરમાં રહેતી મહિલા ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતી મહિલા કોઈ કારણોસર પોતાના ઘરે ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ રેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા રોશનબેન મલ્ખાતસિંગ (૨૭) નામની મહિલા પોતાની જાતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

દવા પી ગયો

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ત્રિલોકધામ સોસાયટીમાં રહેતો મનસુખભાઈ ભીખાભાઈ ચાવડા (૩૦) નામનો યુવાન પોતે પોતાના ઘર પાસે દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જનાવર કરડી ગયું

મોરબી તાલુકાના રાપર ગામે અલ્પેશભાઈ કડીવારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રેખાબેન મુકેશભાઈ નાયક (૨૫) ને વાડીએ હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News