મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તરકીયા ગામે ખરાબામાં ભેંસ ચડાવવા ગયેલ ભત્રીજા અને તેના કાકાને માર માર્યો


SHARE









વાંકાનેરમાં તરકીયા ગામે ખરાબામાં ભેંસ ચડાવવા ગયેલ ભત્રીજા અને તેના કાકાને માર માર્યો

વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ખરાબાની જગ્યામાં ભેંસો ચરાવવા માટે ગયેલા ભત્રીજાને તથા તેના કાકાને એક શખ્સ દ્વારા આ ખરાબો મારો વાળેલ છે તેવું કહીને લાકડી વડે મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા કાકાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના તરકીયા ગામે રહેતા પ્રવીણભાઈ વીરાભાઇ ડાભી જાતે કોળી(૩૫)એ હાલમાં નાથાભાઈ વાઘજીભાઈ ગાંગડીયા રહે. તરકીયા વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યુ છે કે, તરકીયા ગામની સીમમાં તેનો ભત્રીજો સંજય ભેંસો લઈને વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં ખરાબામાં ભેંસો ચરવા લાગી હતી ત્યારે આરોપી નાથાભાઈએ ત્યાં આવીને આ ખરાબો મારો વાળેલ છે તેવું કહીને ઉશ્કેરાઈ જેને સંજયને લાકડી વડે માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારબાદ ફરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે તેની સાથે પણ માથાકૂટ કરી બોલાચલી કરી માથામાં લાકડી મારી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા પ્રવીણભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવતા પોલીસે નાથાભાઈ ગાંગડીયાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના ઝાપા પાસેથી બાઈક નંબર જીડે ૧૩ એફજી ૧૬૧૭ પસાર થઈ રહ્યુ હતુ જે બાઈકને રોકીને ચેક કરવામાં આવતા બાઈક ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી ૬૦ લીટર દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હોય ૧૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા દસ હજાર રૂપિયાની કિંમતની બાઈક અને ૪૫૦૦ રૂપિયાની કિંમતમાં બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૫,૭૦૦ ના મુદ્દા માલ સાથે બેચરભાઈ હીરાભાઈ સોલંકી (૪૦) રહે મેઘપર ઝાલા વાળાની ધરપકડ કરેલ છે તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર પણ મળી આવ્યો હોય પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી






Latest News