મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સોલંકીનગર અને હળવદના જુના રાયસંગપુરમાં જુગાર ની બે રેડ: ૧૫ જુગારી પકડાયા


SHARE







મોરબીના સોલંકીનગર અને હળવદના જુના રાયસંગપુરમાં જુગાર ની બે રેડ: ૧૫ જુગારી પકડાયા

મોરબી તાલુકાના સોલંકીનગર ગામે તથા હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુગાર રમતા કુલ મળીને ૧૫ જુગારીઓ મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨૯૨૦ ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના સોલંકનગર ગામે રીમાં માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રતાપભાઈ વાલજીભાઈ લાલવાણી, જેરામભાઈ બાબુભાઈ અખીયાણી, તખુભાઈ પ્રતાપભાઈ લાલવાણી, રમેશભાઈ બાબુભાઈ આડેસરા, કિશોરભાઈ વિનોદભાઈ ધામેચા, ભરતભાઈ પ્રતાપભાઈ લાલવાણી, ઉમેદભાઈ જીવરાજભાઈ આડેસરા, રમેશભાઈ પ્રતાપભાઈ લાલવાણી અને જીવરાજભાઈ બાબુભાઈ આડેસરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૬૬૫૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જુના પાસે મંદિર નજીક કરવામાં આવી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા કાળુભાઈ બાબુભાઈ ગેડાણી, ભરતભાઈ વિઠ્ઠલભાઈ ડાભી, દિનેશભાઈ લાભુભાઈ ડાભી, નવઘણભાઈ ચતુરભાઈ ગેડાણી, મુન્નાભાઈ ઘોઘાભાઈ ડાભી અને મનસુખભાઈ થોભણભાઈ ડાભી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૬૨૭૦ ની રોકડ કબજે કરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News