મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં GMIRS મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ કમર તોડ વધારો પાછો ખેંચવાની વિદ્યાર્થીઓ-વાલીઓની માંગ


SHARE











મોરબીમાં GMIRS મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ કમર તોડ વધારો પાછો ખેંચવાની વિદ્યાર્થીઓ-વાલીઓની માંગ

મોરબીમાં જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે જો કે, આ કોલેજની ફીમાં ચાલુ વર્ષથી વાલીઓની કમર તૂટી જાય તેટલો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને સરકારી કોટા કે પછી મેનેજમેંટ કોટમાં વિદ્યાર્થીઓને એડમિશન લેવા પણ મુશ્કેલ બની ગયા છે ત્યારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા છે તે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ ધારાસભ્યને લેખિત રજૂઆત કરીને ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે

ગુજરાતમાં ધો ૧૨ સાયન્સનું પરિણામ આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલમાં  અભ્યાસ કરવા માટે થઈને ફોર્મ ભર્યા હતા અને આગામી મંગળવારના રોજ તેની કોલેજ પસંદગી માટેની પ્રક્રિયા શરૂ થવાની છે જો કે તે પહેલા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં વાલીઓની કમર તોડી નાખે તેવો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબીના વાલીઓ તથા વિદ્યાર્થીઓ રવાપર ચોકડી પાસે આવેલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે પહોચ્યા હતા અને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં જે વધારો ચાલુ વર્ષથી કરવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી છ

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મેડિકલ અભ્યાસ કરવા માટેની ફી ના ધોરણોમાં ખુબ જ અસમાનતા જોવા મળે છે સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે તેવામાં જીએમઆરએસ ની મોરબી સહિત રાજ્યમાં જે ૧૩ મેડિકલ કોલેજો આવેલ છે તેમાં સરકારી કવોટાની ફી માં ૬૭ ટકા એટલે કે હવે ૫.૫૦ લાખ જો કે, મેનેજમેન્ટ કોટાની ફી માં ૮૮ ટકા એટલે કે હવે ૧૭ લાખ નક્કી કરવામાં આવેલ છે જે તોતિંગ ફી વધારો કોઈ પણ વાળીને પરવડે તેમ નથી અગાઉ મેનેજમેન્ટ કોટાની ફી માત્ર નવ લાખ હતી જે સીધી જ ૧૭ લાખ કરવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થી અને વાલીના સપના ઉપર પાણી ફરી વળે તેમ છે જેથી કરીને હાલમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે. તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

 વધુમાં વાલીઓએ જણાવ્યુ છેકે, બાળકોનું ડોક્ટર બનવાનું ગુજરાતમાં બે હજાર જેટલા વાલીઓ સપનું જોઈને બેઠા હતા જો કે, ટૂંક સમયમાં એટલી મોટી ફી વધારવામાં આવતા કોઈપણ વાલી માટે તે ફી ભરવી શક્ય બને તેમ નથી અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સપનું કદી પણ સાકાર થશે નહીં જેથી કરીને આ અસહ્ય ફી વધારાને અટકાવીને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આજે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેની સાથે જ ધારાસભ્ય દ્વારા આ અંગે ફી ઘટાડવા માટેની ભલામણ સાથેનો પત્ર રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને લખ્યો છે જો કે, ફી માં ઘટાડો થશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશ






Latest News