મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી દ્વારા મહામંત્રીની પસંદગી કરવામાં આવી


SHARE







મોરબીની માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી દ્વારા મહામંત્રીની પસંદગી કરવામાં આવી

માથક ગામની શાળામાં બાલ સંસદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ.ત્યારબાદ વિદ્યાર્થીના ઉમેદવારી પત્રો ફોર્મ ભરવામાં આવ્યા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરવામાં આવી.દરેક ઉમેદવારને તેમનુ નિશાન આપવામાં આવ્યું હતુ. મતદાન પ્રક્રિયાની તમામ બાબતોને આવરી લઈને મતદાન કરવામાં આવ્યું હતુ.મતદાન યોગ્ય રીતે થાય તે માટે મતદાન અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થી ગુપ્ત રીતે મતદાન કરી શકે તે માટે મતકુટીર બનાવવામાં આવી હતી. મતદાન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ મોબાઇલ એપ્લિકેશનની મદદથી મત આપ્યો હતો.મત આપતી વખતે વિદ્યાર્થીના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળતો હતો.વિદ્યાર્થી ચૂંટણી બાદ તેની મતગણતરી કરવામાં આવી અને વિવિધ સમિતિઓ જેવી કે બાગાયત અને પાણી સમિતિ, પ્રાર્થના સમિતિ, લાઇબ્રેરી સમિતિ, રમતગમત અને પ્રવાસન સમિતિ, આરોગ્ય સમિતિ, સફાઈ સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, બાળહાટ સમિતિના મંત્રીની પસંદગી કરવામાં આવી હતી.

સૌથી વધુ મત મેળવી શાળાના મહામંત્રી તરીકે ભોરણીયા ધવલભાઇની પસંદગી કરવામાં આવી.શાળાના આશરે ૨૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ પોતાના મતદાનનો ઉપયોગ કરી વિવિધ સમિતિના મંત્રી અને મહામંત્રીની પસંદગી કરવામાં આવી હતી.શાળા શિક્ષણ દરમિયાન જ વિદ્યાર્થીમાં અનુભવજન્ય જ્ઞાન અને નેતૃત્વના ગુણો ખીલે તે હેતુસર શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી.શાળાના શિક્ષક મનદીપભાઈ ગોસ્વામી અને કલ્પેશભાઈ મકવાણા દ્વારા આયોજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતુ.મંત્રી અને મહામંત્રીને શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરવાની સૌએ શુભેચ્છા પાઠવી હતી.






Latest News