મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના હજનાળી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાન બેભાન હાલતમાં સારવાર હેઠળ


SHARE







મોરબીના હજનાળી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાન બેભાન હાલતમાં સારવાર હેઠળ

મોરબી તાલુકાના હજનાળી ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તે સારવાર હેઠળ છે અને આ બનાવના મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના હજનાળી ગામે રહેતો જીગર અનિલભાઈ વ્યાસ (૨૩) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમા સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યું હતું કે યુવાન હાલમાં સારવાર હેઠળ છે અને બેભાન હાલતમાં હોય તેના પિતા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે જીગરના બા અને તેનો ભાઈ થોડા સમય પહેલા અવસાન પામ્યા હોય અપસેટ રહેતો હતો અને દરમિયાન તેણે આ પગલું ભર્યું છે જેથી પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ અજંતા એપાર્ટમેન્ટ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં લાલપર ગામે રહેતા આનંદ શિવરાજ દેવાકર (૩૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસો બનાવની નોંધ કરી આગળથી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધો તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી ગયા છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાછળ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુરેશભાઈ કાનજીભાઈ નગવાડીયા (૨૫) અલ્પાબેન સુરેશભાઈ નગવાડીય (૨૫) અને અજય બાબુભાઈ કુંવરિયા (૨૫) તેમજ સામા પક્ષેથી તેજસ જીવરાજભાઈ મકવાણા (૨૮) રહે કુબેર ટોકીઝ વાળા ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં ઇજા પામેલા અજય કુંવરિયા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે તેના બેન અલ્પાબેનના ઘર પાસે તેજસ મકવાણા અને અન્ય શખ્સો બેઠા હતા અને દેકારો કરતા હતા જેથી કરીને તેને દેકારો કરવાની ના પાડી હતી ને ત્યારે તેણે ગાળ આપી હતી જેથી કરીને ગાળ આપવાની ના પડતા સામસામે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મારામારી થઈ હતી જેમાં ઇજા થવાથી તેના બેન બનેવી સહિત તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા






Latest News