મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની બે રેડ: નવ જુગારી પકડાયા


SHARE







મોરબી-વાંકાનેરમાં જુગારની બે રેડ: નવ જુગારી પકડાયા

વાંકાનેર નજીક આવેલ રાજા વડલા ગામે કેનાલ પાસે અને મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ જુગારીઓ ઝડપાયા હતા જેથી કરીને પોલીસે આ જુગારીઓ પાસેથી કુલ મળીને ૧૩૬૨૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રહે છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાજા વડલા ગામની કેનાલના એરવાલ પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રમેશભાઈ પ્રેમજીભાઈ ડેડવાણીયા (૩૮), વિમલભાઈ મહેશભાઈ ચાવડા (૨૩), દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા (૨૫), જગદીશભાઈ વરસીંગભાઇ સિહોરા (૨૨), ભરતભાઈ અમૃતભાઈ ચાવડા (૩૪), સંજયભાઈ રસિકભાઈ સોલંકી (૨૧) અને અરૂણભાઇ શંકરભાઈ ડેડવાણીયા (૨૭) રહે. બધા રાજા વડલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨૪૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

આવી જ રીતે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં ચોકમાં જુગાર રમતા હોવાની હકીકત મોરબી બી ડિવિઝન પોલીસને મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે આસિફભાઇ હાજીભાઈ વાઘેર (૨૮) અને ફિરોજભાઈ હાજીભાઈ લંઘા (૨૯) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે






Latest News