મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદના સપકડામાં જમીન મુદે વૃદ્ધ અને તેના ભાઈ ઉપર ધારિયા-પાઇપ વડે હુમલો: બેની ધરપકડ


SHARE







હળવદના સપકડામાં જમીન મુદે વૃદ્ધ અને તેના ભાઈ ઉપર ધારિયા-પાઇપ વડે હુમલો: બેની ધરપકડ

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વૃદ્ધ અને તેના ભાઈને ઘરે જઈને તમારી જમીન અમારી બાજુમાં આવેલ છે ત્યાં આવીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ ધારિયા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી હાલમાં વૃદ્ધ દ્વારા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતાને ખેતી કામ કરતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા જાતે દલવાડી (૬૦)એ હાલમાં પ્રકાશભાઈ હરીશભાઈ ઉર્ફે હરિભાઈ ચાવડા જાતે દલવાડી તથા ભાવેશભાઈ હરીશભાઈ ઉર્ફે હરિભાઈ ચાવડા જાતે દલવાડી રહે. બંને સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સાપકડા ગામે બસ સ્ટેન્ડ પાસે અને તેઓના ઘર પાસે આરોપી પ્રકાશભાઈ અને ભાવેશભાઈએ બાઈકમાં આવીને કહ્યું હતું કે તમારી જમીન અમારી બાજુમાં આવેલ છે ત્યાં આવીશ તો જાનથી મારી નાખશું અને ત્યારબાદ ઘરે ઘારિયું અને પાઇપ લઈને પ્રકાશભાઈ અને ભાવેશભાઈ આવ્યા હતા ને ત્યારે પ્રકાશભાઈએ ધારિયા વડે ફરિયાદીના ભાઈ ભવાનભાઈને જમણા ખભામાં મારીને ઇજા કરી હતી જ્યારે ભાવેશભાઈએ તેના હાથમાં રહેલ પાઇપ વડે ફરિયાદીને માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ ફરિયાદી અને તેના ભાઈને સારવારમાં લઈ ગયા હતા અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપી પ્રકાશભાઈ હરીશભાઈ ચાવડા અને ભાવેશભાઈ હરીશભાઈ ચાવડાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News