મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીથી પાનેલી બાજુ તાવનો પ્રસાદ લેવા જતાં આધેડને લાલપર પાસે રસ્તામાં કાળનો ભેટો


SHARE







મોરબીથી પાનેલી બાજુ તાવનો પ્રસાદ લેવા જતાં આધેડને લાલપર પાસે રસ્તામાં કાળનો ભેટો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પાવન પાર્કમાં રહેતા આધેડ પાનેલી રોડ ઉપર કારખાનામાં તાવાનો પ્રસાદ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં લાલપર ગામ પાસે તેઓના સ્કુટીને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બંને હાથમાં અને શરીરે ઇજા થવાથી આધેડનું મોત નીપજયું હતું અને આરોપી ટ્રક મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક આધેડના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પાવન પાર્ક શેરી નં-૧ માં રહેતા યસ મુકેશભાઈ ચૌહાણ (૨૧) નામના યુવાને હાલમાં ટ્રક નંબર આરજે ૧૯ જીએસ ૮૧૧૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતા મુકેશભાઈ પરસોતમભાઈ ચૌહાણ (૫૨) સ્કૂટી નંબર જીજે ૩ ડિક્યું ૮૬૩૯ લઈને પાનેલી રોડ ઉપર આવેલ કારખાનામાં તાવાનો પ્રસાદ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના લાલપર ગામ પાસે હોનેસ્ટ હોટલની સામેના ભાગમાં રોડ ઉપર ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને સ્કૂટીને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માત સર્જ્યો હતો ત્યારે ફરિયાદીના પિતાને બંને હાથમાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આરોપી તેનો ટ્રક રોડ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માકમાં ઇજા
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અશોકભાઈ જેઠાભાઇ સરવૈયા (૪૦) પાણીની ટાંકી પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેનો બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં આ બનાવવામાં અશોકભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી કરી છે અને આ બનાવવાની આગળની વધુ કપાસ અર્જુનસિંહ ચલાવી રહ્યા છે






Latest News