મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગર અગાઉની બોલાચાલીનો ખાર રાખીને મહિલાને માર મારીને મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરના આંબેડકરનગર અગાઉની બોલાચાલીનો ખાર રાખીને મહિલાને માર મારીને મારી નાખવાની ધમકી

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં-૫ માં રહેતી મહિલા શેરીમાંથી પસાર થઈ હતી ત્યારે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા તથા તેની સાથે રહેલ વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી હકીકત પ્રમાણે વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં-૫ માં રહેતા જયશ્રીબેન દિનેશભાઈ ઝાલા (૩૭)એ દીપકભાઈ બાબુભાઈ વાઘેલા રહે. આંબેડકર નગર શેરી નં-૫ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગઈકાલે થયેલ બોલાચાલીનો ખાર રાખીને ફરિયાદી તથા તેની સાથે રહેલ વ્યક્તિ શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ ફરિયાદી મહિલા તથા તેની સાથે રહેલ વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામે રહેતા રીટાબેન સુનિલભાઈ (૩૦) ને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની બધી તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News