મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી :વાવાઝોડા દરમિયાન પૂર્વ પરવાનગી વગર હેક્વોર્ટર છોડવા માટે ચંદ્રગઢ તલાટી બી.એ.પટેલ ફરજ મોકુફ


SHARE







મોરબી :વાવાઝોડા દરમિયાન પૂર્વ પરવાનગી વગર હેક્વોર્ટર છોડવા માટે ચંદ્રગઢ તલાટી બી.એ.પટેલ ફરજ મોકુફ

સ્પષ્ટ સુચના છતા અન અઘિકૃત ગેરહાજરી બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ તેમને ફરજ મોકુફ કરી ખાતાકીય તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની સંભાવના હોવાના કારણે જિલ્લા પંચાયત કચેરી, મોરબી હસ્તકના તમામ અઘિકારી-કર્મચારીને હેડ કવાર્ટરમાં હાજર રહેવા અને તાકીદના સમયે સ્ટેન્ડ બાય રહેવા મોરબી જિલ્લા વિકાસ અઘિકારી ડી.ડી.જાડેજા દ્રારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

તેમ છતા હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામના તલાટી કમ-મંત્રી બી.એ.પટેલ હેડકવાર્ટર ખાતે કોઇ પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહ્યા હોવાનું જિલ્લા વિકાસ અઘિકારી ડી.ડી.જાડેજાના ઘ્યાને આવતા બિપોરજોય વાવાઝોડા જેવી ગંભીર પરિસ્થિતિ દરમિયાન બી.એ.પટેલની ફરજમાં અન અઘિકૃત ગેરહાજરી બદલ તેઓને ફરજ મોફુફી હેઠળ મુકવાનો જિલ્લા વિકાસ અઘિકારી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાતાકીય તપાસ હાથ ઘરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.






Latest News