મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં PGVCL ની બેદરકારીના લીધે ઇલેક્ટ્રિક શોટથી બે વર્ષના બાળકનું મોત..? : માતા સારવારમાં


SHARE







મોરબીમાં PGVCL ની બેદરકારીના લીધે ઇલેક્ટ્રિક શોટથી બે વર્ષના બાળકનું મોત..? : માતા સારવારમાં

મોરબીના સામાકાંઠે લાભનગરમાં બે વર્ષના બાળકને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મોત નિપજયુ છે તેમજ તેની માતાને પણ ઇલેક્ટ્રિક શોટ લાગેલ હોય તેણીને સારવારમાં લઇ જવામાં આવી હોવાનું  મળેલ છે. આ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપરના લાભનગરમાં રહેતા બટુકભાઈ જોશીના બે વર્ષના દિકરા રાજેશને તેના ઘેર ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેને પગલે રાજેશ બટુકભાઇ જોષી (ઉમર ૨) નામના બાળકનું મોત નિપજયુ હતુ. તેમજ તેની માતા મનિષાબેન બટુકભાઈ જોશી (ઉમર ૨૮) રહે.લાભનગર ધરમપુર રોડ વાળીને પણ શોટ લાગ્યો હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.વધુમાં મૃતક બાળકના પિતા બટુકભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે તેઓના પત્ની લોખંડનો પાર્ટીવાળો ખાટલો ગેલેરીમાં કાઢતા હતા ત્યારે તૂટેલા હોલ્ડરમાં લોખંડનો પાયો અડી ગયો હતો જો કે ચાપ બંધ હતી પરંતુ તેઓને ત્યાં રીવર્સ પાવર આવતો હોય શોટ લાગ્યો હતો.જેથી તેમના પત્ની પડી જતા રમતું રમતું બાળક તેની પાસે આવ્યુ હતુ અને તેને પણ શોટ લાગતાં તેનું મોત નિપજેલ છે ખરેખર બનાવ આ મુજબનો છે કે કેમ..? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાનોને રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર ગામ પાસે ડબલ સવારીમાં જતા બાઇકને સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં સાહિલ ભલાભાઇ મકવાણા (૧૭) રહે.મકનસર તેમજ રાજેશ સોંડાભાઇ પરમાર (૧૮) રહે.જાંબુડીયા વાળાઓને ઈજા થતા પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપા બાદ બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ પાસેના જોન્સનગર વિસ્તારમાં રહેતા નગમાંબેન ઇમરાનભાઈ પીલુડિયા નામની ૨૨ વર્ષીય મહિલા તેના ઘરે ઘર કંકાશને લીધે ફિનાઈલ પી ગયા હતા જેથી સિવિલે સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જણાવેલ છે.જ્યારે મોરબીના માળિયા મીંયાણા ખાતે બસ સ્ટેશન પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા માળિયા(મિં.) ના રહેવાસી હસીનાબેન સુલતાનભાઇ માલાણી નામના ૪૦ 40 વર્ષથી મહિલાને બીજા થતા તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News