મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

કુંતાસીના કાનજીભાઈ અઘારાનું અવસાન થતાં ચક્ષુદાન કર્યું


SHARE







કુંતાસીના કાનજીભાઈ અઘારાનું અવસાન થતાં ચક્ષુદાન કર્યું

મોરબી, આજકાલ લોકો મૃત્યુ બાદ પણ પોતાના અંગો થકી અન્ય લોકોમાં જીવી શકાય,મૃત્યુ બાદ અન્ય લોકોને મદદરૂપ થઇ શકાય, આ મોંઘો મનુષ્યદેહ મૃત્યુ બાદ પણ કોઈને કામ આવે એ માટે ચક્ષુદાન,અંગદાન,દેહદાન જેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે કુંતાસી(રાજપર) ના અઘારા પરિવારના મોભી કાનજીભાઈ અઘારાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતાં હર હંમેશ સેવાકાર્યોમાં અગ્રેસર વિપુલભાઈ અઘારા આચાર્ય માણેકવાડા પ્રા. શાળા તેમજ સહ કાર્યવાહ આર.એસ.એસ. રાજકોટ વિભાગ તેમજ તેમના મોટાભાઈ દીપકભાઈ અઘારા તેમજ અઘારા પરિવારના સભ્યોએ તાત્કાલિક નિર્ણય લઈ ચક્ષુદાન કરી કોઈ પ્રજ્ઞાચક્ષુ દુનિયા દેખી શકે એ માટે સ્તુત્ય પગલું ભર્યું છે આ ઉપરાંત વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કર્યા અને સદગતના મોક્ષાર્થે તેમજ જગતના કલ્યાર્થે વૈદિક યજ્ઞ,તેમજ આજકાલ મૃત્યુ બાદ સાર્વજનિક ભોજનનું ભવ્ય આયોજન કરે છે એને તિલાંજલી આપી સામાજિક સેવા, જરૂરિયાતમંદોને મદદરૂપ થવા જેવા સેવકાર્યોનો સંકલ્પ કરી નૂતન,સ્તુત્ય અને પ્રેરણારૂપ પગલાં સાથે અઘારા પરિવારે સમાજને નવો રાહ ચિંધ્યો છે.






Latest News