મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા


SHARE







મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા

મોરબી શહેરના છેવાડે આવેલ વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ હજુ વરસાદી પાણીના તલાવડા ભરેલા જોવા મળી રહ્યા છે જે મામલે સ્થાનિક સામાજિક કાર્યકરે તંત્રને લેખીત રજૂઆત કરેલ છે.સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં ૧૧ માં લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ રોડ પર હજુ પાણી ભરેલા છે શનાળા જીન પાસે ભૂંગળામાં કચરો ભરાઈ ગયો હોવાથી ગટરનું ગંદુ પાણી લાયન્સનગર મેઈન રોડ પર વહેતું થયું છે ત્યારે નાના વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીના તલાવડામાંથી પસાર થવું પડે છે જેથી સ્થાનિકો પરેશન થયા છે ગંદા પાણીના તલાવડાને પગલે આરોગ્યના પ્રશ્નો પણ સર્જાઈ સકે છે જેથી વહેલી તકે ભૂંગળા (પાઈપ) ની સફાઈ કરી પાણીનો નિકાલ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.






Latest News